Explore
Sign Up
Login

(OshO)

PO# 560261
India
India
On a Mission To Live The Best Life Possible.Come.What May !!
September 27, 2018
 

Avisha,

May Satnam Waheguru give you, your brother, father and all the family members, enough strength to bear this very unfortunate and saddened loss of your Mother...

I extend my heartfelt condolences and pray to the Lord that, her divine soul attains Moksha ! the ultimate peace.

Om Shanti Shanti Shanti

HELLO AUTUMN
Thumb_1451111417
PO#560261
1
1
September 26, 2018
 

તડકો પણ શીતળતા બક્ષે,પંખી ના કલરવ જો કાન માં પડે!
હશે એ નસીબ ચમન નું કે પુષ્પ કંટક ઝીલી ને પણ હસી રહ્યું છે, જયારે હવા ની મજાક થી શુષ્ક પણૅ ખરી રહ્યું છે...

મીઠો જરાઈ નથી છતાંય તે નદી,દોડી ને સમાઈ રહી છે સમંદર માં!
હશે એ નસીબ પવૅત નું કે છોડી ગઈ નદી તો એ ઝરણાં ખુદ માં સમાવી રહ્યો છે, જયારે મહાસાગર હજુયે મીઠાશ ઝંખી રહ્યો છે...

આપતાં જ વધતું માન, પુરતું રાખજો સ્વમાન!
જે ઓછુ હોય એજ ઝંખતો આ "સારથિ" નાદાન,
હશે એ નસીબ જીવન નું કે ઓછો જડે છે એટલે જ સ્નેહ નું મહત્વ વધતું હોય છે...!
સારથિ

HELLO AUTUMN
Thumb_1451111417
PO#560261
1
0
September 21, 2018
 

ખુલ્લી આંખ જાણે, ડૂસકાં પ-ચાવી રહી છે,
બંધ આંખ કરતાં જ ચહેરો પાછો એમનો, લલ-ચાવી રહ્યો છે...

એમતો કચ-કચાવી નેજ મારી હતી ગાંઠ,
વચન નહીં તોડવાની,
માટે જ તો વચન તુટવાનો આઘાત,મન ને હચ-મચાવી રહ્યો છે...

એમતો હશે તાળાં-ચાવી જેવી જ દોસ્તી અમારી,
એટલે જ તો આ અંદર નો ખાલીપો, યાદો અંકબંધ બ-ચાવી શક્યો છે!

સારથિ

BE KIND
Thumb_1451111417
PO#560261
1
0
September 20, 2018
 

શરત હવે મારી એટલી જ કે
સંબંધ ને અરસ પરસ રાખજો,
થોડાં તમે ય ઘસાજો ને,
અમારા ઘસાયાં નાં હિસાબો રાખજો...

મરજીવો બની ને કુદી ચુક્યો છું તમારાં પ્યાર માં,
ને છે પત્થર તણું જ હ્રદય અમારું,
ઘાવ સાથે મર્હમ પણ આપજો!  છેવટે,
મોતી નહીં તો રમણીય કિનારો આપજો...

હરગીઝ ઝીદ્દ નથી ભેટી પડવાની બે ઘડી યે,
અંતર બે કાંઠા તણુ, પણ નદી સમકક્ષ રાખજો,
જરુર થાશે મીલન એક દીન એકમેક નું, સારથિ
દિલ તણો સાગર, છલોછલ રાખજો...!
સારથિ

BE KIND
Thumb_1451111417
PO#560261
1
0
Thumb_1451111417
PO#560261
0
0
September 12, 2018
 

લુંટાવી ને પુરી જીંદગીને એની ચાહ માં, ફકત યાદો જ માત્ર બચાવી શક્યો છું...

હતો પ્રણય ફકત ફળ તણો જ એને, વટવૃક્ષ ને માત્ર આટલુ જ સમજાવી શક્યો છું...

ભરી છે ઝાડ નાં જ પડછાયાં તણી ઠંડક અંતર માં,
માટે જ ફાગણ થી જેઠ જીરવી શકયો છું...

લુંટાવી ને પુરી જીંદગીને એની ચાહ માં, ફકત યાદો જ માત્ર બચાવી શક્યો છું...

-સારથિ

NEVER FORGET
Thumb_1451111417
PO#560261
1
0
September 11, 2018
Mumbai, India

ઉપવાસ નહીં કરે તો ચાલશે એ માનવી,
દે જે ભુખ્યા ને અન્ન,
ટાઢે ઠરતા ને શાલ નવી,
પાડજે દાન કેરી ભાત નવી, મને ગમતાં એજ માનવી..!

દેતાં દાન જો જાણશે તારો જ બીજો હાથ,
કરતો નષ્ટ હું પુણ્ય તારાં, જાણજે રે,
ભલે લાગે તને એ વાત કડવી..
દે તો સઘળું હું જ તને ને, ગવરાવતો શાને ગુણગાન આ માનવી?
પાડજે દાન કેરી ભાત નવી, મને ગમતાં એજ માનવી..!
-સારથિ

WRITE YOUR OWN STORY
Thumb_1451111417
PO#560261
0
0
September 4, 2018
Mumbai, India

જોયાં છે ઘણાયે સુંદર શમણાંઓ ખુદ ની આંખે જ, છતાં યે વાસ્તવીકતા માં ક્યા વણૅવી શકાય છે શમણાંઓ ?
કહુ છું ખરૂં જ કે, એ વરસાદે જ દિલ માં આગ લગાડી હતી પ્યાર તણી,
પાણી આગ લગાડે એ જીવન માં ક્યાં સાબીત કરી શકાય છે ?
જે ઝેર મારતું એનાથી જ ઝેર ની દવા બને છે,
છતાં યે ઝેર ને કયા દવા તરીકે યાદ કરાય છે ?
વાતવાતમાં પુરાવાઓનાં પીટારાં માંગતા માનવીઓ,
અંતે તો સુકી રાખ માં જ કેદ થાય છે...!
-સારથિ

GREAT THINGS
Thumb_1451111417
PO#560261
1
0
September 1, 2018
 

એક તું હી નીરંકાર !
તુજ વિના,
નથી સક્ષમ એ જીલવાને કેવડોયે પડકાર,
મુસીબત નો હંમેશા મોટો લાગશે આકાર !
છતાં યે મારાં માં મબલખ અહંકાર,
હું છું માનવી,
હે ઈશ્વર ! એક તું હી નીરંકાર !
તારી જ કૃપા કે,
ચાલુ છે જીવન ઘટનાક્રમ! આ સંસાર,
છતાં યે ખુદ કરશે ભોગ છપ્પન,
અને તને ધરશે માત્ર કંસાર,
હું છું માનવી,
હે ઈશ્વર ! એક તું હી નીરંકાર !
સદાય સાંભળતો તુ જ હોંકાર,
એવે વખતે, જ્યારે સમગ્રે સુનકાર,
છતાં યે મારાં માં મબલખ અહંકાર,
હું છું માનવી,
હે ઈશ્વર ! એક તું હી નીરંકાર !
-સારથિ

MAKE IDEAS HAPPEN
Thumb_1451111417
PO#560261
0
0
August 24, 2018
Kolkata, India

સાંજ સવારે મળવા બારી માં આવ,
ન આવી શકે તો સમણાં માં બોલાવ,
...કારણ ભલે ને જે હોય તે...
ઝંખુ છુ તારી હાજરી આ દિલ ની પાસ,
કે ગેરહાજરી ! પણ ખયાલો માં આસપાસ..
...સમય ભલે ને જે હોય તે...
જીત્યો છું દરેક યુધ્ધ મેદાન માં,
ભલે હારું હવે તારી સાથે ની મીઠી લડાઈ માં
...જીંદગી ની રણનીતી ભલે ને જે હોય તે...
પુછતાં પુછાઈ ગયું કેમ છો? એમના થી
અને મલકાઈ ગયું બહાર સ્વમાન થી,
...અલફાજ હોઠો પર ભલે ને જે હોય તે...
સાંજ સવારે મળવા બારી માં આવ,
ન આવી શકે તો સમણાં માં બોલાવ,
...કારણ ભલે ને જે હોય તે...
-સારથિ

FOLLOW YOUR HEART
Thumb_1451111417
PO#560261
1
0
August 23, 2018
 

એક મુસાફીર સારથિ ને જડ્યો,
ઊંચા પવૅત પર તે પણ ભમ્યો,
એકલો અટુલો ન જાણે કેટલુ ભટક્યો,
સાંજ પડી કે જૂનો કાંટો ખટક્યો,
કાઢી મલમ એના પર ઘસ્યો,
શાતા વળતાં મદમસ્ત હસ્યો..
એક મુસાફીર સારથિ ને જડ્યો...
પરોઢીયે પાછો ભમવા નીકળ્યો,
આડા અવળા માગૅે રસ્તો કયોૅ,
છે ક બપોરે ટોચે ચડ્યો,
હાથ ફેલાવી આકાશ ને ચુમ્યો,
પલકારાં માં પ્રકાશ ઝબુક્યો,
ને મસ્તી માં ઊંચો ભુસ્કો જો માયૅો,
એક મુસાફીર સારથિ ને જડ્યો...
કોઈ ન જાણે શું તે ઘટ્યું,
ને ન તો આકાશ ને આંબ્યો,
પડતાં અધવચ્ચે ડાળ નો સહારો ખુટ્યો
છેવટે ધરતી એ એમને ખુદ માં સમાવ્યો
એક મુસાફીર સારથિ ને જડ્યો...

-સારથિ

FOLLOW YOUR HEART
Thumb_1451111417
PO#560261
1
0
August 18, 2018
Mumbai, India

          યાદો નો ઊજાશ

બહુ ગમગીન એ ચહેરો આનંદીત થયો,
જ્યારે એની ભીની પાંપણે નજરકેદ થયો.
હતો ઊજાશ હજીયે એની જુની યાદ માં,
શિદ ને સાંજે એકલતા નો અહેસાસ થયો ?

સદાય એ સ્વર મન ઓરડાં માં ગુંજતો રહ્યો
જાણે ડુંસકે ડુંસકે એના નામ નો ઉલ્લેખ થયો,
ન હતો હવે કોઈ જ અથૅ મારા પાછા વળવાનો,
છતાં શિદ ને એના સામે મળવાનો ભાસ થયો?

હતો એ કોરો જ રૂમાલ પ્રણય ના સુખ સુધી,
કહુ છુ વિરહ ના દુ:ખે જ એને ભીનો કયોૅ
અશ્રુ તો એક જ વહેતા હોય છે આંખો માંથી,
ન જાણે કોણે એમાં યે તફાવત કયોૅ?

બહુ ગમગીન એ ચહેરો આનંદીત થયો,
જ્યારે એની ભીની પાંપણે નજરકેદ થયો.
-સારથિ

LOVE IS ALL WE NEED
Thumb_1451111417
PO#560261
0
0
August 15, 2018
Mira Bhayandar, India

આઝાદી
અગણીત શહીદી વ્હોરી હતી,
એ બહાદુર લડવૈયાઓ યે, મેળવવાને આઝાદી...

અથાક મહેનતે અડંગ પરિશ્રમે,
રટ લીધી હતી એ જવાનો યે, પામવાને આઝાદી...

કેટલાય દશકાં કષ્ટ ખમ્યા ત્યારે,
આખરે મળી હતી સૌને, અડધી રાત્રે આઝાદી...

આજે લડતાં આપસ માં ભાઈ ભાઈ,
ચારેકોર ગંદકી દેખાઈ,
ક્યાં ગયો તે સમય નો શીષ્ટાચાર?
આજે વાત વાતે ભ્રષ્ટાચાર,
કોને ખબર દેશદાઝ ક્યા ખોવાઈ?,
હાથ લાગતાં જ વિના મહેનત ની આઝાદી...

તેમ છતાં એ રહી છે અકબંધ,
જવાનો માં જષ્ને આઝાદી,
રહે મહેફુઝ આ આઝાદી..
દિનબદિન પ્રગતી કરે,
હિંદભુમી ની આઝાદી...

ન કદી યે વિસરાય "સારથિ"
અગણીત શહીદી વ્હોરી હતી,
એ બહાદુર લડવૈયાઓ યે, મેળવવાને આઝાદી...
🙏

LOVE IS ALL WE NEED
Thumb_1451111417
PO#560261
0
0
August 14, 2018
Mumbai, India

ભર ઊનાળે ખરે બપોરે;
આંકરા તાપે જાણે કોઈ આગ ચાંપે,
સૌને પાણી ની પ્યાસ જાગે!
નદિ નાળાં ક્યાય હાથ ન લાગે;
પશુ કેરી જમાત શોર મચાવે,
અહીં તહીં સૌ વલખા મારે!

અટવાયેલા સૌ કોણ કોને સમજાવે?
એવામાં શાંત ચીતે સઘળું પવૅત નીહાળે,
સુઝ બુઝ થી ખુદ થી કામ કઢાવે,
સ્વ ને એવો પીગળાવે, જાણે પોતાની હસ્તી મીટાવે,
ધિરી ધારે વહેતું થયું અેક ઝરણું,
આગળ જઈને નદિ તે બન્યું !

આવી વન માં તેણે પ્યાસ મીટાવી;
જાણે માતા તરિકે ની ફરજ નીભાવી,
વનરાવન થયુ સજીવન,
ન જાણે 'સારથિ' પીતા તુલ્ય પવૅતે જાત મીટાવી,
ત્યારે કેવી આઝાદી આવી...!

" માૅ બાપ ના ઉપકાર અગણ્ય, અવણૅનીય છે..."
-સારથિ

SLAPPIN' THE BASE
Thumb_1451111417
PO#560261
1
0
August 13, 2018
 

જો બકા થોડી તકલીફ તો રે'વાની...
મજા અલગ જ છે પહેલાં વરસાદ માં ભીંજાવાની,
કાગળ ની હોડી ઓ તરતી મુકવાની,
પહેલા જો ચુક્યા તો કંઈ નહીં, હવે ના ગુમાવશો તક પલળવાની, તબીયત જો બગડે તો છુંટ છે, છત્રી ખોલવાની,
મોજેમોજ થી આ જીંદગી જીવવાની,
બાકી યાદ રાખજો, થોડી તકલીફ તો રે'વાની...

આફત નાં વાદળ ઘેરાય ત્યારે હિમ્મત ને મેઘ ધનુષી કરવાની, યાદ રાખજે અશુભ ઘડી કદી ન રોકાવાની, તકલીફ તો વિજળી વેગે જાવાની,છંતા યે ના જાય તો છુંટ છે, ઈસુ યા મહાવિર ને યાદ કરવાની,
મોજેમોજ થી આ જીંદગી જીવવાની,
બાકી યાદ રાખજો, થોડી તકલીફ તો રે'વાની...
કહે "સારથિ" વિશ્વાસ થી,
ફરજ છે તમારી સદાય હસતાં રહેવાની,
બાકી યાદ રાખજો, થોડી તકલીફ તો રે'વાની...

LOVE IS ALL WE NEED
Thumb_1451111417
PO#560261
1
0
August 13, 2018
 

જો બકા થોડી તકલીફ તો રે'વાની...
મજા અલગ જ છે પહેલાં વરસાદ માં ભીંજાવાની,
કાગળ ની હોડી ઓ તરતી મુકવાની,
પહેલા જો ચુક્યા તો કંઈ નહીં, હવે ના ગુમાવશો તક પલળવાની, તબીયત જો બગડે તો છુંટ છે, છત્રી ખોલવાની,
મોજેમોજ થી આ જીંદગી જીવવાની,
બાકી યાદ રાખજો, થોડી તકલીફ તો રે'વાની...
To be continued later...
-સારથિ

BE KIND
Thumb_1451111417
PO#560261
0
0
Thumb_1451111417
PO#560261
2
0
August 11, 2018
 

જલસાં જબરદસ્ત છે...
મળી જાય એકમેખ ની આંખડી ને પછી આપ લે થાય ગુલાબ ની પાંખડી,
હોય ભલે ને ગલી સાંકડી, ને મળે જો બુઢાપા ની લાકડી,
તો માનજો તમારે,જલસાં જબરદસ્ત છે...

સવાર સવાર માં હો તમે વાંચતા છાપું,
એવા માં કહે ઘરવાળી, લાવો તમને ચા બનાવી આપું,
વિસરી સઘળાં દુ:ખ, ને કરો સુખ ભરી વાતું,
તો માનજો તમારે,જલસાં જબરદસ્ત છે...

પચાવી સઘળાં કડવા ઘુંટ, જો હસાવી જાણો લખલુંટ,
તો રીશ્તા બનશે અતુટ, પછી ભલે ન હોય પૈસા ની છુંટ, છતાં યે કહેશે, એ આદમી "સારથિ"
અમારે જલસાં જબરદસ્ત છે...જલસાં જબરદસ્ત છે..!

BE KIND
Thumb_1451111417
PO#560261
1
0
August 10, 2018
 

બંધ કાચ ની બારીઓ,
સાદ કરે તે વરસાદી ઝાંકળ...
આંગણે ઉભી ગાડીઓ,
સાદ કરે તે  ઘોડા ગાડી...
એર કન્ડીશન્ડ કેરો વાયરો,
યાદ કરે તે સંધ્યા ટાણું,

મંદિર કેરી ઝાલર કેવી ગુંજતી ?
મોબાઈલ ની રિંગટોન જ પુંછતી,
મખમલ કેરાં ખુરશી સોફા,
સાદ કરે તે બગીચા ના બાંકડા,
સુટ બુટ નાં વષ્ત્રો પુંછે,
કાં ખોવાઈ ગયું તે થીંગડુ?

ક્યાં થી લાવુ હું "સારથિ",
ફળીયા મહીં નો આસોપાલવ...
ડાળી એ બેઠાં પંછી ઓ કરતાં
ટહુકાં ઓ નો કલરવ...!

BE KIND
Thumb_1451111417
PO#560261
1
0
August 9, 2018
 

રામ જી ને તું મયાૅદા પુરુષ તરીકે માપ,
રાવણ ને પણ, શિવ ભકિત માં માપ,
નારી શકિત ને તું સતિ સાવિત્રી થી માપ,
જગ દંબે ને નવરાત્રી માં માપ,
છતાં યે તારૂ ખોટું નહીં પડે માપ,

અરે ભર ઊનાળે તું ચોમાસાં ને માપ,
આઠે દિશા એ સૂરજ, તાંરલા ને માપ,
માપ ઘટે તોઅે, વધતું જ જાણજે માપ..
એવી કોઈ ચીઝ નહીં, જેનું નથી કાંઈ માપ;તેમ છતાં યે જાણ જે "સારથિ",
છે ઈશ્વર સમાન માૅ-બાપ,
એમનાં સ્નેહ નું નહીં જડે તને માપ,
એને આંકજે તું અમાપ,
છતાં યે તારૂ ખોટું નહીં ઠરે તે માપ.

Thumb_signature_1533786682434
BE KIND
Thumb_1451111417
PO#560261
0
0
August 8, 2018
 

|અંધારા ને નફરત નહીં, પરંતુ દિપક સાથે પ્યાર|

નફરત ભરી જીંદગી જાણે સાવ "અંધકાર..."
ફરી ફરી ને  કાં આંખે વળગે ? દુ:ખ તણો અણસાર,ડામવાં જાતા અંધકાર ને, થાકયો હું અપરંપાર,
એવા માં અંતર માં જાગ્યો અેક વિચાર,
લાવ ને કરું હું "દિપક"સાથે પ્યાર ભયોૅ વ્યવહાર,જાણે ગાયબ થયો અંધકાર અને પામ્યો સુખ અપાર...!
-પાથૅ

BE KIND
Thumb_1451111417
PO#560261
0
0
August 7, 2018
 

સૌ સારાં વાના થાશે...!
નાવ નદી એ થી નીકળી, સમિર સાથે અથડાશે...
હીલોળે ચડશે, અને કિનારે લદાશે,
છતાંયે પકડ ના ગુમાવશે, સૌ સારાં વાના થાશે...!

આફત ની શી વસાત ? આ માનવી ની જાત...
દુ:ખ માં હશે દિન, તો સુખ કેરી રાત,
નાની નાની વાત માં, ના કર ચંચુપાત;
મહેનત કરતાં ફળશે, લખેલ ભાગ લલાટ..
અેક સમય તારો આવશે ને સૌ સારાં વાના થાશે...!

- પાથૅ

SAY HELLO TO SUMMER
Thumb_1451111417
PO#560261
0
0
August 6, 2018
Mira Bhayandar, India

કાદવ માં જે ખીલે,તે જ કમળ;
બાકી બધું ઝાંઝવા નું મૃગજળ,
સમઝ હોય તો સમજી લેશો,
નથી કોઈ પુજતું, સૂરજ ને પણ ઢળતી પળ!
જીંદગી છે, ન ગમે તો માનજો એક પઝલ,
અને ગમેે તો માન જો એને જ ગઝલ!
ઈરાદા રાખજો હંમેશા અટલ...
અંગત સાથે ભળવા માં,
કામ કયાં આવે છે? એક બે બોટલ...
સારાં સબંધો નુંજ મારજો ટોટલ,
બાકી બધું ઉધાર જો, ખાતે રદ્ બાતલ..
જીંદગી છે, ન ગમે તો માનજો એક પઝલ,
અને ગમેે તો માન જો એને જ ગઝલ!..

-પાથૅસારથિ મગિયા

SAY HELLO TO SUMMER
Thumb_1451111417
PO#560261
0
0
July 20, 2018
 

Rastaa geela hai, Fisalna Mat...

Kuch karna ho toh, shuruaat sirf kar, Kamyaabi ki Parwaa karna Mat... Rasta geela hai, Fisalna Mat!

Chunautio se kya ghabrana?...
Ladna, bhidna, par maidaan chod na Mat... Rastaa jaroor geela hai, par Fisalna Mat...

Hoga asar jaroor ek din, Manzil par.. Tu mehnato ka silsila todna Mat...
Rastaa geela hai, fisalna Mat...
Fisal bhi gaya toh, phir ek baar uthna...

Muskurahat se rishta todna mat..
Rasta geela hai, Fisalna Mat...!
©Parth

TRUSTING ONE ANOTHER
Thumb_1451111417
PO#560261
1
0
July 13, 2018
 

My Dear Wife !

Your presence in my life is a Merak ! The time we spent together over a cup of coffee is not less than a utepils...!

My Jijivisha on this Firgun day is that you always be Re Nao as you are, the kilig feeling stay always alive, and the love that you bring to all of us may come to you forever...!

Many Happy Returns Sweetheart :)

-Truly Yours

Thumb_signature_1531454875559
A MAN'S BEST FRIEND
Thumb_1451111417
PO#560261
2
0
July 7, 2018
 

Some thoughts :

Punjabi youth are The undoubtedly the pillar and the strength of the Indian Army.. If these entire generations are made victims of Drugs, Liquor or unethical social evils,Do you think Indian Army still be the same it is today? It 'll be easier for the enemies to grab the India once again...Just Think.

Thumb_signature_1530944663552
4th of july
Thumb_1451111417
PO#560261
0
0
June 13, 2018
 

Dear Amitbhai,

Wishing you a Very Happy Birthday, May all your dreams come true and you have all the pleasures and peace in life. Once again,Many Many Happy Returns of the day...Cheers:)

-R.D.Magia & Family

My Heart
Thumb_1451111417
PO#560261
1
0
June 9, 2018
Mumbai, India

NOTEBOOK DISTRIBUTION BY HISWISH CHARITABLE TRUST

In fond memories of  "Jainish"... Just like every year, this time too, HISWISH CHARITABLE TRUST has arranged for Distribution of Notebooks to the needy students.

Please spread the words to the needy and join the hands for this noble cause...
For More Details, get in touch with Mr.Ashok on +919029952161
Thank You,
-Hiswish Charitable Trust-Mumbai

NOBODY IS PERFECT
Thumb_1451111417
PO#560261
0
0
May 13, 2018
 

Mom !

The word "Mom"for me is indeed a superior than the word "Om"...

"Mom" is everything that can't be compared to anything... "Om" gives you peace over a period of time, but your mom's soft touch and love brings peace just in a moment.

Om is practiced by very few amongst the humans & there are very very few who has witnessed its benefits..
But Mom... Entire universe is the witness and each atom is benefited...

Om may stop giving benefits if you stop practice... But your mom 'll increase her love, affections and care if you stop giving attention..

You are a good human being if you love your "Mom" More than "Om"

Happy Mother's Day to all !!

Thumb_signature_1526192035554
CELEBRATE MOTHER'S DAY
Thumb_1451111417
PO#560261
0
0
March 25, 2018
 

Wish you a Very Happy Birthday kiranbhabhi,
May you achieve all the success in life and this new year brings lots of Joy, Happiness with sound health & wealth.
-Magia family

RANDOM ACTS OF POETRY - DAY
Thumb_1451111417
PO#560261
0
0